પૂજ્ય સંત સિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતિ નિમિતે દેશ-વિદેશના ભક્ત જનોમાં અનેરો ઉત્સાહ છે ત્યારે વિવિધ પ્રકારની માનવસેવા માટે જાણીતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી તારીખ 8 નવેમ્બર ને શુક્રવાર કારતક સુદ સાતમના રોજ પૂ.જલારામબાપાની 225મી જન્મજયંતિ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
નીચે મુજબ ના કાર્ય કર્મો નું આયોજન કરવામાં આવશે
જેમાં સવારે 6 કલાકે પ્રભાતધૂન, 10 કલાકે અન્નકૂટ દર્શન, બપોરે 11-30 કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે 12 કલાકે મહાઆરતી, તેમજ 12-30 કલાકે મહાપ્રસાદનું આયોજન છે
