ફાસ્ટેગ ની બેલેન્સ ચેક કરવા માટે ની સરળ રીત : મિત્રો આ લેખ માં ફાસ્ટેગ ની બેલેન્સ ચેક કરવા માટે ની સરળ અને આસાન રીત જણાવી છે .
FASTag નું બેલેન્સ ચેક (fastag balance) કરવાની ઘણી રીતો છે. તમે UPI બેઝ્ડ ઓનલાઈન પેમેન્ટ એપ્સ Google Pay, Phone Pe અને Paytm દ્વારા FASTagનું બેલેન્સ ચેક કરી શકો છો. આ માટેની પ્રોસેસ અમે તમને નીચે જણાવી રહ્યા છીએ.
ટોલ પ્લાઝા પર લાંબી લાઈનમાં ઉભા રહેવાથી ઘણો સમય વ્યય થતો હતો. સાથે જ વાહનચાલકો અને મુસાફરો કંટાળી જતા હતા. આ ઝંઝટથી છૂટકારો મેળવવા માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા FASTag લોન્ચ કરવામાં આવ્યો છે. 2016માં FASTag લોન્ચ થયા બાદ હવે લોકોને ટોલ પ્લાઝા પર લાંબી લાઈનમાં ઉભા નથી રહેવું પડતું.
Google Pay દ્વારા ચેક કરો FASTag નું બેલેન્સ
આ માટે સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ પે એપ ઓપન કરો. – બાદમાં Recharge and Bills ઓપ્શન પર ક્લિક કરો.
હવે અહીં તમને FASTag Rechargeનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો – બાદમાં તમારા વ્હિકલનો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરો.
Paytm દ્વારા ચેક કરો FASTag નું બેલેન્સ
સૌથી પહેલા તમારા ફોનમાં પેટીએમ એપ ઓપન કરો અને બાદમાં Pay Bills ટેબ પર ક્લિક કરો. – હવે FASTag ઓપ્શન પર ક્લિક કરો અને તમારી કારનો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરો. – બાદમાં તમારે View Balance બટન પર ક્લિક કરવાનું છે. અહીં તમને તમારા FASTagમાં રહેલું બેલેન્સ જોવા મળશે.
